બે દિવસ અગાઉ ડીંડોલી થી સલાબતપુરા ટેકસટાઇલ માર્કેટ તરફ જઈ રહેલી બીઆરટીએસ ની ચાલુ બસમાં પેસેન્જર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટો ખસેડવામાં આવ્યો હતો.બસમાં ધક્કો નહી મારવા બાબતે ટકોર કરતા આ હુમલો કરાયો હતો.જે અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી.જે તપાસના અંતે દશરથ વાઘ સહિત એક સગીરની રવિવારે ઉધના પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે ફરાર અન્ય એકની શોધખોળ શરૂ કરી છે.