કડી તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં આવેલ પશુ આહાર બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફરાતફરી આજ 19 ડિસેમ્બર ના રોજ સાંજના સમયે કડી તાલુકાના રણછોડપુરા ગામની સીમમાં આવેલ પ્રથમ એનિમલ કેર નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.આ કંપનીમાં પશુ આહારનું ઉત્પાદન થતુ હતુ.અગમ્ય કણોસર આ કંપનીમાં આગ લાગી હતી જેના કારણે કંપનીમાં અફરાતફરી નો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.સમગ્ર ઘટના ની જાણ કડી નગરપાલિકાના ફાયર વિભાગ ને કરવામાં આવી હતી.