ડીસાના ધારાસભ્ય અને નવનિયુક્ત મંત્રી પ્રવિણ માળી વતન પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું
Deesa City, Banas Kantha | Oct 19, 2025
ડીસાના યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી પ્રવિણ માળી પોતાના વતન ડીસા ખાતે તા.19/10/2025 ને 1 કલાકે પહોંચતા વતન વાસી અને ડીસાના મતદારો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ભવ્ય ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનવાસીઓ દ્વારા સાફો પહેરાવી, સાલ ઓઢાડીને, મોમેટો અને મોં મીઠું કરાવીને ઉત્સાહ વધાવ્યો હતો