મહુવા: ઘોડાસ્થળ નજીક છેલ્લા 24 વર્ષથી ચાલતું સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધમાં 25 થી વધુ ગામના 234 થી લોકોએ ભાગ લીધો.
Mahuva, Surat | Sep 21, 2025 મહુવા તાલુકાના વહેવલ કોષખાડી કિનારે સરકારી જંગલવાળા ઘોડા સ્થળ પર દર વર્ષની જેમ આ વર્ષ પણ સામુહિક સર્વ પિતૃ શ્રાધ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોની જૂની પરંપરા ને આજે પણ જીવંત રાખવામાં આવી છે ધન્ય છે યુવાનોને જેમણે આવા આયોજન કરી આર્થિક ખર્ચ ની બચત સાથે સામૂહિક આયોજન કરી રહ્યા છે.આજ રોજ અમાસનું જેને સર્વ પિતૃ શ્રાધ્ધ તરીકે પિતૃ તર્પણ કરવામાં આવે છે. યાજાયેલ આ શ્રાધ્ધ વિધિમાં આજુ બાજુ ના રપથી વધુ ગામના ભેગા થયેલાં ૨૩૪ લોકોએ જોડાયા.