ધારી: બસ સ્ટેન્ડ ખાતે નવા રૂટની બે બસ ટ્રિપ શરૂ થતા લોકોમાં આનંદ છવાયો..
Dhari, Amreli | Oct 17, 2025 ધારી એસટી ડેપો ખાતે આજે નવી બે બસની ફાળવણી થતા ધારી ભુજ તેમ જ ધારી નાથદ્વાર બસ ને રાજકીયઆગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું,અગાઉ આ બાબતને લઈને ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગને રજૂઆત કરાવી હતી કે અહીંથી લાંબા અંતર ના પરિવહન માટે કોઈ બસ સુવિધા આવેલી નથી,તે રજૂઆતને લઈને એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધારી ભુજ શરૂ કરવામાં આવી છે.