સાંતલપુર: આપ કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખે સાંતલપુર તાલુકાના ગામોની મુલાકાત લઈ સરકાર માંથી સહાયની મદદ માટે ની તૈયારી દાખવી
આજરોજ આપ કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડા અને સમગ્ર પાટણ જિલ્લા ટીમ દ્વારા સાંતલપુર તાલુકાના રણમલપુરા, વૌવા, બકુત્રા, નલિયા, મઢુત્રા અને દાત્રાણા ગામની મુલાકાત લેવામાં આવી હતી.આ તકે ખેડૂતો અને ગ્રામજનોને થયેલ નુકશાન બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરવખરી તણાઈ ગઈ છે, પાક ધોવાઈ ગયો છે.તેમને સહાય ચૂકવવા પણ માંગ કરી હતી.