જિલ્લામાં પાલનપુર અને ઈકબાલગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો
Palanpur City, Banas Kantha | Jun 27, 2025
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો છે. પાલનપુર અને ઈકબાલગઢ સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાસ કરીને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. અષાઢી બીજનો સમય વાવણી માટે શ્રેષ્ઠ ગણાય છે. આ સમયે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.