માંડવી: બૌધાન ગામે લિગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં સ્થાનિકોની બેઠક મળી.
Mandvi, Surat | Sep 19, 2025 સુરત જિલ્લાના માંડવી તાલુકાના ત્રણ ગામ અને કામરેજ તાલુકાના એક ગામ (ઘલા,મુંજલાવ, રોસવાડ,બૌધાન) સહિત ચાર ગામોમાં લિગ્નાઇટ ખાણ આવી રહી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા મુજબ આ પાંચ ગામોની 6800 વિઘા જેટલી ખેતીની જમીન પ્રોજેક્ટમાં જનાર છે. અને માંડવી તાલુકાનું મુજલાવ ગામ આખું પ્રોજેક્ટમાં જઈ રહ્યું છે. જેને લઈને સ્થાનિકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.