સુબીર: ડાંગ જિલ્લામાં આહવા ખાતે રાષ્ટ્રીય પોષણ માહ -૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત આહવામાં રેલી યોજાઈ.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ૮ માં ‘રાષ્ટ્રીય પોષણ માસ' ની ઉજવણી દરમિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ આંગણવાડીની મહિલાઓ દ્વારા આયોજિત રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. નારા તેમજ પોસ્ટરો સાથે મહિલાઓએ કુપોષણ દુર કરવા અંગેનો સંદેશો ગુંજતો કર્યો હતો.