માણસા: બાલવા ગામે 40 લાખના ખર્ચે બનેલ રોડનું ધારાસભ્ય જે.એસ.પટેલે લોકાર્પણ કર્યુ
બાલવા ચોકડીથી બાલવા ગામ સુધી રસ્તો બિસ્માર થઇ જતા ગ્રામજનો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી હતી. જેની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવતા રુ. 40 લાખ ગ્રાન્ટ મંજૂર થઇ હતી. જે બાદ નવીન રોડ બનાવવાનું ખાતમૂહૂર્ત કરાયું હતું. બુધવારે સવારે 11 વાગ્યે બાલવા ગામે 40 લાખના ખર્ચે બનાવવામાં આવેલ રોડનું ધારાસભ્ય જે.એસ.પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.