ભાભર પંથકમાં એરંડાના પાકોમાં કાતરા ઈયળ નો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સુઈગામના ખેતીવાડી વિસ્તરણ અધિકારી નરેશભાઈ માળીએ ભાભર સુઈગામ વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. તેમણે એરંડાના પાકમાં ઇયળ અને કાતરાના ઉપદ્રવનું નિરીક્ષણ કર્યું. નરેશભાઈ માળીએ ખેડૂતોને આ જીવાતને નિયંત્રિત કરવા માટે ક્લોરોપાયરીફોસ અને ક્વિનાલફોસ જેવી દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપી.હતી