ચીખલી: ચીખલી તાલુકા સહિત જિલ્લામાં વડાપ્રધાન માં જન્મદિનને 10થી વધુ રક્તદાન કેમ્પો યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી બુધવાર ૧૭મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તે અગાઉ મંગળવાર ૧૬ સપ્ટેમ્બરે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત થાય તે માટે રાજ્યભરમાં ૫૦ હજાર કરતાં વધુ રક્ત બોટલો ભેગી કરવાનું લક્ષ ગાંધીનગર રાજ્ય કક્ષાએથી નક્કી કરાયું હતું. ગાંધીનગરના પદાધિકારી દ્વારા નવસારી ટાટા ગર્લ્સ ખાતે જિલ્લાના સંયુક્ત મોરચાના પદાધિકારીઓ સાથેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં છ જેટલા રક્તદાન કેન્દ્રો નિર્ધારિત થયા છે.