ડાંગના રાજ્ય,સ્થાનિક માર્ગો પર અવરોધ ઉભો કરી ધાર્મિક કાર્યક્રમો માટે ફાળા ઉઘરાવતા ઈસમો વિરુદ્ધ જાગૃત નાગરિકે ફરીયાદ કરી
Ahwa, The Dangs | Sep 21, 2025 ડાંગ જિલ્લાના રાજ્ય, સ્થાનિક જાહેર માર્ગો પર અવરોધ ઉભો કરી ધાર્મિક કાર્યક્રમો માટે ફાળા ઉઘરાવતા ઈસમો વિરુદ્ધ જાહેરનામાં પાડવા બાબતે,મુખ્યમંત્રી સાહેબશ્રીને ખાસ રજુઆત ક્રમ ફરીયાદ કરી કે ડાંગ જીલ્લામાં ગણપતિ ઉત્સવ બાદ નવરાત્રી પર્વ ઉજવણી આવી રહી છે.ડાંગ જિલ્લાના કેટલાંક લોકો દ્વારા રાજ્ય ધોરી માર્ગો યુવકો દ્વારા માર્ગ પર વચ્ચે ઉભા રહીને અવરોધ કરી નવરાત્રી ઉત્સવના ફાળા ઉઘરાવી રહયા છે.માર્ગો પર અવર જવર કરતાં વાહન ચાલકો ને ટ્રાફિક સમસ્યાઓ ઉભી કરી છે.