જામનગર શહેરના વોર્ડ નંબર 6 ભક્તિનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની સમસ્યા હતી. જે અંગે સ્થાનિક કોર્પોરેટરોને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલ સાંજે આ વિસ્તારમાં સીસી રોડ અને સીસી બ્લોકના કામનું ખાતમુરત કરાયું હતું. જેને પગલે રહીશોમાં ખુશીનો માહોલ છવાયો હતો.