બોટાદ રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ LCB અને પેરોલ ફર્લો સ્કોડ પોલીસ
Botad City, Botad | Mar 18, 2025
બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત LCB ના PI ના સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ બોટાદ રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૮૨૪૦૩૨૪/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ ના આરોપી રાજેશભાઇ શેખલીયા રહે.સમઢીયાળા-૧, તા.જી.બોટાદ વાળો નાસતો ફરતો હોય જે આરોપી તેના ગામ સમઢીયાળા -૧ ખાતે આવેલ હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કોડ ને મળતા બાતમી આધારે LCB તથા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આરોપી રાજેશભાઇ શેખલીયાને ઝડપી લીધો