ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મૂળ રહેવાસી દેવરાજભાઈ સોલંકીની ફરિયાદ મુજબ અધેવાડા વિસ્તારમાં જમીન “ચોખ્ખી” કરી આપવાની લાલચ આપી આરોપી કોમલબેન ત્રિવેદી નામની મહિલાએ અલગ-અલગ તબક્કે કુલ ₹31 લાખ વસૂલ્યા હતા. બાદમાં કામ ન થતાં પૈસા પરત માગતા ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી વધુ ₹5 લાખ બળજબરીથી લેવાયા હતા. લાંબા સમયથી ધમકીના ડરથી ફરિયાદ ન કરનાર પીડિતે હવે પોલીસમાં અરજી કરતા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.