જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસ, કચેરીઓમાં મહત્તમ ઈ સરકારનો ઉપયોગ કરવા અને કચેરીઓ એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા જણાવ્યું હતું.