કપરાડા: ચીવલ ખાતે મરીમાતાજી હોલનું લોકાર્પણ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
નાનાપોંઢા તાલુકાના ચીવલ ગામે આજે મરીમાતાજીનું નવું હોલ નિર્માણ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનો અને આગેવાનો સાથે સંવાદ સાધી ગામના વિકાસ માટે સૌની સહભાગીતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.