સાણંદમાં ઉત્તર ભારતીય સમુદાય દ્વારા પવિત્ર છઠ્ઠ પૂજા મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. એકલિંગજી રોડ પર આવેલા કે.ડી. ફાર્મ ખાતે છઠ્ઠ પૂજા મહાપર્વ સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ મહાપર્વ નિમિત્તે, પરંપરા અનુસાર સૂર્યદેવની આથમતી અને ઊગતી બંને વેળાએ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.