સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેમતનગર નજીક 24 ઓક્ટોબરે અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી.જેની તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી હતી.દરમ્યાન સીસીટીવી ફૂટેજ અને ફોટોના આધારે મૃતકની ઓળખ થઈ હતી.જ્યાં પોલીસે હ્યુમન સોર્સ ના આધારે ગુરુવારે ગણેશ પોલય ની ધરપકડ કરવામાં આવી હતી.જે આરોપીની પૂછપરછ માં મૃતકે મોબાઈલ ઝૂંટવી ગાળગલોચ કરતા લાકડાના ફટકા વડે હુમલો કરતા તે મોતને ભેટ્યો હોવાની કબુલાત કરી હતી.