વાંસદા: વાંસદા પોલીસે વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનાને ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી – રૂ. 3.52 લાખનો મુદ્દામાલ કબજે
Bansda, Navsari | Oct 29, 2025 વાંસદા પોલીસ સ્ટેશનની ટીમે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરતાં D.G.V.C.L.ના વીજતાર ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મંગળવાર રાત્રે પોલીસે કાર્યવાહી કરી બુધવારે 12 કલાકે માહિતી આપી હતી. પોલીસએ કાવડેજ ગામેથી ચોરાયેલા થ્રી ફેઝ L.T.ABC કેબલ વાયર, એલ્યુમિનીયમ તાર, વિવો મોબાઇલ અને ડસ્ટર ફોરવ્હીલ સહિત રૂ. 3,52,000/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં વાંસદા પો.ઇન્સ એન.એમ. આહિરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ.