ખેરગામ: ખેરગામ લીંક રોડનું સમારકામ થતાં ધૂળિયા રસ્તાથી સ્થાનિક લોકોને રાહત
ખેરગામ પોસ્ટ ઓફિસથી રામજી મંદિરના પાછળના ભાગેથી જનતા હાઈસ્કુલ તરફ વલસાડ રોડને જોડતો આશરે 1 કિમી.નો માર્ગ ચોમાસામાં વારંવાર બિસ્માર બનતા અનેકવાર રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. જેના ઉપર છેલ્લા કેટલાક દિવસથી વાહનો પસાર થતા ધૂળની ડમરી ઊડતા સ્થાનિકો તેમજ રાહદારીઓને ઘણી પરેશાની થઈ હતી.