સંસ્કાર વિદ્યા સંકુલ હેઠળની સંસ્કાર કેમ્પસ બલેશ્વર ખાતે ભવ્ય અને રંગારંગ વાર્ષિક સમારોહ સાથે આર. એમ. ભાદરકા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ મહાનુભાવોની ગૌરવભેર ઉપસ્થિતિમાં યોજાયો હતો. સંસ્કાર કેમ્પસમાં મજબૂત શૈક્ષણિક પાયાની સાથે મૂલ્ય આધારિત શિક્ષણ, સંસ્કૃતિ, શિસ્ત, નવીનતા અને સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. “જ્યાં પરંપરા પરિવર્તનને મળે છે” એવા સૂત્ર સાથે કાર્યરત આ સંસ્થા દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો