નવસારી: ખારેલ ઓવરબ્રિજ ખાતે નવસારી એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ₹7.57 લાખના દારૂના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા
નવસારી એલ.સી.બી. ટીમે ગેરકાયદેસર દારૂ હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઇથી સુરત જતી ટ્રેક ઉપર ખારેલ ઓવરબ્રિજના ઉત્તર છેડે નાકાબંધી ગોઠવી એસેન્ટ કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બોટલો અને ટીન બિયર મળી કુલ 432 નંગ, કિ.રૂ. 2,53,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સાથે જ વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹7,57,200નો પ્રોહિબીશન મુદ્દામાલ કબજે કરી બે આરોપી ઝડપ્યા.