નવસારી: નવસારી સહિત અનેક વિસ્તારોમાં 5 નવેમ્બર સુધી માવઠાની શક્યતા
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે. આજથી 5 નવેમ્બર સુધી નવસારી, વલસાડ, ડાંગ અને સુરત જિલ્લામાં હળવાથી મધ્યમ માવઠું પડવાની શક્યતા છે. અચાનક બદલાયેલા આ હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે અનેક વિસ્તારોમાં ખરીફ પાક કાપણીની તૈયારી ચાલી રહી છે. જો વરસાદ વધે, તો પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી તકેદારીઓ લેવા અપીલ કરી છે.