વડોદરા: જાંબુઆ બ્રિજ પર ગેસના બોટલ ભરેલી આઈસરને અન્ય વાહને મારી જોરદાર ટક્કર : ચાલક ઈજાગ્રસ્ત
વડોદરા : ને.હા.નં.48 જાંબુઆ બ્રિજ ઉપર બે આઇસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી.ગેસના બોટલ ભરેલી આઇસર ટેમ્પોને પાછળથી ધસી આવેલા બીજા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલકને ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,આગળ પસાર થઈ રહેલા આઈસરના ટેમ્પોમાં ગેસના બોટલ ભરેલા હતા.જો આ અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતી તો મોટી દુર્ઘટના થઈ હોત તે વાતને પણ નકારી શકાય તેમ નથી.