જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને સંયુક્તમા બાતમી મળેલ કે વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફોર્મર માંથી કોપર વાયરની ચોરી થયેલ છે જેમાં કિશન ચુડાસમા દેવીપુજક રહે.જુનાગઢ ભવનાથ વાળો સંડોવાયેલ હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવતા ઈસમ શંકાસ્પદ મુદ્દા માલ સાથે મેઘાણી રોડ આઈ.ટી.આઈ સામેની ગલીમાં ઉભેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે તપાસ કરી ધરપકડ કરી કાર્યવાહી કરી છે.