માંડવી: માંડવી ચારરસ્તા નજીક કપડાની દુકાન માં આગની ઘટના બની.
Mandvi, Surat | Oct 5, 2025 માંડવીમાં અતુલ બેકરીના માળ ઉપર આવેલી શ્રી રંગ ફેશન નામની રેડીમેડ કપડાની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે અંદાજે ₹20 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અગમ્ય છે. ઘટનાની જાણ થતા જ માંડવી ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને પોલીસ સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી.