ચોટીલા: ચોટીલા માંડવ વનમાં દીપડો દેખાયો હતો રસ્તા પર જતાં દીપડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
ચોટીલા નજીક આવેલા માંડવ વનમાં એક દીપડો જોવા મળ્યો છે. ઝરીયા મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પર દીપડાનો વીડિયો વાયરલ થયો છે.રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઈલમાં આ દીપડાનો વીડિયો બનાવ્યો હતો.ઝરીયા મહાદેવ મંદિર પ્રાચીન માંડવ વનમાં આવેલું છે, જે હજારો એકરમાં ફેલાયેલું છે. રજાના દિવસોમાં હજારો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા અહીં આવે છે. આ વનમાં અનેક પૌરાણિક મંદિરો અને ગુફાઓ પણ આવેલી છે.ફોરેસ્ટ વિભાગની હદમાં આવેલા આ વનમાં વિવિધ પ્રકારના પ્