અડાજણ પોલીસે ચોરીના સામાન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.રવિવારે માહિતીના આધારે અડાજણ પોલીસે smc આવાસ નજીક આવેલ મધુવન સર્કલ પાસેથી મેહુલ રાઠોડ,સતીશ રાઠોડ અને હિતેશ રાઠોડની ધરપકડ કરી હતી.જે આરોપીઓ પાસેથી રૂપિયા 1.03 લાખની મત્તા નો ચોરીનો સામાન મળી આવ્યો હતો.આરોપીઓ પાસેથી મેટ્રો સ્ટેશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતો ચોરીનો સામાન જપ્ત કરી આગળની વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી હતી.