જૂનાગઢ: પ્રેરણાધામમાં શરૂ થયેલ કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું
જૂનાગઢમાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો અને 12 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીએ મોટીવેશનલ માર્ગદર્શન આપ્યું હતું. ગઈકાલે રાહુલ ગાંધી ઉપસ્થિત ન રહી શકતા વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે શિબિરના માર્ગદર્શન પરથી રોડમેપ તૈયાર થયો છે અને કોંગ્રેસ હવે લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નો ઉઠાવશે તેમજ જનહિતમાં કાર્ય કરશે.