આદિપુરમાં સોશિયલ મીડિયા પર ભીલ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો વાયરલ કરવાથી એક શખ્સ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રાણાએ સોશિયલ મીડિયામાં ભીલ સમાજ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આદિપુર પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.