ઉમરગામ: ખતલવાડાની ગેસ એજન્સીનો કાળો બજાર, અધિકારી સાથે તોછડું વર્તન
ઉમરગામ તાલુકાના ખતલવાડાની HP શ્રીનાથ ગેસ એજન્સી દ્વારા આજુબાજુના ગામોમાં સિલિન્ડર પુરવઠો બંધ રાખતા લોકો પરેશાન થઈ રહ્યા છે. સંજાણ, નારગોલ, ખતલવાડા અને માલખેત જેવા ગામોમાં બુકિંગ કરાવ્યા બાદ પણ ગ્રાહકોને ગેસ સિલિન્ડર મળતા નથી. બીજી તરફ, બમણા ભાવે સિલિન્ડર વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદો સામે આવી છે.