પલસાણા: સુરત જિલ્લામાં 'બાગબાન' જેવી દુઃખદ ઘટના: ૭૦ વર્ષીય માનસિક અસ્થિર માતા ૪ મહિનાથી ગુમ, કડોદરા પોલીસમાં ફરિયાદ
Palsana, Surat | Nov 26, 2025 મહારાષ્ટ્રના વતની ૭૦ વર્ષીય તારાબાઈ પરસરામ જવકે, છેલ્લા ચાર મહિનાથી ગુમ છે. તેઓ માનસિક રીતે અસ્થિર છે અને તેમના બે પુત્રો વચ્ચે વહેંચાઈને રહેતા હતા. તારાબાઈએ પોતાના પુત્રોને ભણાવીને સક્ષમ બનાવ્યા હતા. મોટો પુત્ર સુરતના ઉધના વિસ્તારમાં અને નાનો પુત્ર પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રહે છે. મિલકતના ઝગડામાં બે ભાઈઓ વચ્ચે અબોલા થતા બંને પુત્રોને ત્યાં અવર જવર કરતા હતા. ગત જુલાઈમાં તારાબાઈ તાતીથૈયાથી ઉધના જવા નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા નહીં.