શંખેશ્વર: ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શંખેશ્વર ખાતે ૨.૫૭ કરોડના ખર્ચે બનેલ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસસ્ટેશનનું લોકાર્પણ ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.આ બસ સ્ટેશન ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં નિર્માણ પામ્યું છે. આ બસસ્ટેશનમાં કુલ ૭ જેટલા પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઈટીંગ એરીયા,કંટ્રોલ રૂમ,વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની નવીન સુવિધાઓ સજ્જ હશે.