વડોદરા: માંડવી રોડ પર આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે લક્ષ્મીજીને પીઠી ચોળાઈ,ભક્તો ઉમટ્યા
વડોદરા : ચાંપાનેર માંડવી રોડ પર કલ્યાણ રાયજી મંદિર પાસે આવેલ મહાલક્ષ્મી મંદિરમાં વર્ષમાં એક જ વાર માતાજીને પીઠી ચઢાવવા માટે મહિલાઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે.સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા માતાજીને પેઢી અર્પણ કરી એ પેઠીપ્રસાદ તરીકે પરત લઈ પોતાના ઘરમાં જે કુંવારિકા હોય અથવા પરિચિતોમાં જે કુંવારિકા હોય તેને પીઠી લગાડવામાં આવે તો તેમના લગ્ન ત્વરિત થતા હોવાની માન્યતા છે. માતાજીને પીઠી લગાવવાનો મહિલાઓએ લાભ લીધો હતો.