જલાલપોર: સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન
સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે તા.17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા-2025” પખવાડિયા અંતર્ગત નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ દ્વારા ડોર-ટુ-ડોર પર્સનલ કમ્યુનિકેશન મારફતે ગ્રામજનોને સુકો અને ભીનો કચરો અલગ કરવાની સમજણ આપવામાં આવી રહી છે. ઉપરાંત, ગામના જાહેર સ્થળો, જી.વી.પી. પોઇન્ટ અને જાહેર શૌચાલયોની વિશેષ સફાઈ કરવામાં આવી રહી છે.