નગરપાલિકા દ્વારા સન્માન સમારોહ યોજાયો
Botad City, Botad | Oct 3, 2025
બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત એવોર્ડ અને સન્માન સમારોહ બોટાદ નગરપાલિકા કચેરીના ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ નીરુબેન ત્રાસડીયા, આરોગ્ય સમિતિની ચેરમેન સોનલબેન ચુડાસમા, અગ્રણીશ્રી કિરીટભાઈ પાટીવાળા, અશ્વિનભાઈ ખસીયા, સહદેવભાઈ ચૌહાણ, અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એચ.કે. પટેલ સહિતના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.