વડનગર: વાગડી ગામે રામાપીર મંદિરથી બાઈક ચોરાતા ફરિયાદ નોંધાય
ખેરાલુના દેદાસણ ગામે રહેતા સૂર્યસિંહ પરમાર તેમના પત્ની સાથે ગત 23 ઓક્ટોબરના રોજ બપોરે 1 કલાકે વડનગરના જુની વાગડી ગામે રામાપીરના દર્શન માટે આવ્યા હતા. દર્શન કરી પરત આવતા બાઈક ગુમ જોવા મળતા તપાસ કરી હતી પણ બાઈક ન મળી આવતા સૂર્યસિંહ પરમારે પોતાનું મો.સા કિં 80 હજાર અજ્ણ્યા ઈસમો ચોરી કરી ગયાની વડનગર પોલીસમાં ફરિયાદ આપી છે.