કેશોદના ફાગળી રોડ ઉપર આવેલ ભરડિયા અને ડામર પ્લાન્ટને લઈને વિવાદ ઉગ્ર બન્યો.વાડી વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલી મુદ્દે વૃદ્ધ દ્વારા વિરોધ કરાતા મામલો બિચક્યો.ભરડિયા બંધ કરાવવા ગયેલા વૃદ્ધ પર હુમલો,માર મારતા ઈજાગ્રસ્ત થયા.ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા.ધૂળ અને પ્રદૂષણથી વાડીનો પાક નષ્ટ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.સ્થાનિકોની માંગ- વાડી વિસ્તારમાંથી ભરડિયા અને ડામર પ્લાન્ટ કાયમી રીતે બંધ કરાય