માંડવખડક ગામે સિંગળવેરી ફળિયામાં સુનિલભાઈ માહલાના નિવાસસ્થાને યોજાયેલી કંનસરી પૂજામાં વાંસદા તાલુકાના ભાજપ મહામંત્રી તથા શ્રી હોસ્પિટલના ડૉક્ટર લોચન સાહેબ સાથે હાજરી આપવાનો અવસર મળ્યો. ગામના ભાજપ અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભાવનાઓ સાથે સામાજિક એકતાનું સુંદર પ્રતિક બનેલા આ કાર્યક્રમમાં સૌએ પુજા-અર્ચના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.