સભા, સરઘસ,રેલી વગર પરવાનગીએ ન કાઢવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Botad City, Botad | Sep 30, 2025
બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં  કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.