માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કિસાન દિવસ નિમિત્તે માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભેગા મળી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે સ્વતંત્રતા સેનાની રામજીભાઈ રૂપાભાઈ ચૌધરી ની પૂર્ણકજની પ્રતિમા વાંકલ ખાતે મૂકવામાં આવે તેમ જ માંગરોળ મામલતદાર કચેરી અથવા તાલુકા પંચાયત કચેરીમાં તેમનું તૈલી ચિત્ર મુકવા માંગ કરી હતી