હાલોલના જાંબુડી ખાતે બેઉલ્લાહ મેથોડીસ્ટ ચર્ચ ખાતે આજે ગુરુવારના રોજ પાળક રૅવ સુરેશ ખ્રિસ્તી સાહેબની આગેવાનીમાં તમામ ખ્રિસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરી હતી.25મી ડિસેમ્બર આજે ગુરુવારના રોજ સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નાતાલ એ ખ્રિસ્તીઓનો મુખ્ય અને સૌથી મોટો તહેવાર છે.જેને લઈને હાલોલમાં પણ ખ્રીસ્તી સમુદાયના લોકોએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી