આણંદ શહેર: મોટી શાકમાર્કેટમાં મહાનગરપાલિકા દ્વારા કાચા પાકા દબાણો હટાવાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારના સમયે મોટી શાકમાર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેસીબી મશીનથી કાચા પાકા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા.