મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને કરચેલિયા ખાતે કૃષિ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.સરકાર દ્વારા ખેડૂતો ને પ્રોત્સાહન તેમજ ખેડૂતો ને કૃષિ સહાય ના ભાગરૂપે કરચેલીયા મંડળી ખાતે આ ખેડૂતો માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહુવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાવિન નાયક,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ,તાલુકા જિલ્લા પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચો ની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.