રાજકોટ પૂર્વ: રાજકોટ: RMCની ઢોર પકડ પાર્ટીનું 'તાનાશાહી' કૃત્ય: ટાર્ગેટ પૂરો કરવા માલધારીનો ખૂંટિયો હોસ્ટેલમાંથી ચોરી ગયાનો આક્ષેપ
રાજકોટ મહાનગરપાલિકા ની ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સામે એક અત્યંત શરમજનક અને ગંભીર કૃત્યનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના અગ્રણી અને ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવાએ આક્ષેપ કર્યો છે કે, ગાયો અને ખૂંટિયા પકડવાનો ટાર્ગેટ પૂરો ન થતાં કર્મચારીઓએ હદ વટાવી દીધી હતી.ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓએ શહેરના રસ્તાઓ પરથી પશુઓ પકડવાને બદલે, એનિમલ હોસ્ટેલના વાડામાં પડેલો માલધારીનો ખૂંટિયો રીતસર કાઢી લીધો હતો અને તેને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા.