વાંસદા તાલુકાના કાવડેજ નજીક આવેલા પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ગોડાઉન બહારથી અજાણ્યા ચોરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે. ચોરોએ કંપનીની સાઇટ ઉપર ખુલ્લી જગ્યામાં મુકેલા નવા તથા જૂના વીજતારો — જેમાં એલ્યુમિનિયમ તાર, સિંગલ ફેઝ અને થ્રી ફેઝ એલ.ટી. એ.બી.સી. કેબલનો સમાવેશ થાય છે — આશરે ₹9.50 લાખના ચોરી કરી લઇ ગયા. ઘટના તા. 11 થી 12 ઓક્ટોબર વચ્ચેની છે