ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પાણીના પ્લાન્ટો અને સર્વિસ સ્ટેશનોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વેની કામગીરી દરમિયાન ગેરકાયદેસર પાણીના જોડાણો પાણી પુરવઠા વિભાગની ટીમો દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને આજરોજ કુલ ૩ ગેરકાયદેસર પાણીના જોડાણો કાપવામાં આવ્યા છે.મનપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે,સર્વેની કામગીરી ચાલુ છે અને જે ઈસમોના જોડાણો ગેરકાયદેસર જણાશે,તે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.