શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં શક્કરીયાનો પાક તૈયાર થાય છે. શિવરાત્રી સમયે શક્કરીયાં અને બટાટાની માગ વધે છે. આ પાક મોડો ન પડે તેવું આયોજન કરીને જ પંથકના ખેડૂતો શક્કરીયાની રોપણી કરે છે. હાલમાં ઉંદેલ, નાના કલોદરા, વત્રા, વાસણા, રાલેજ સહિતના વિસ્તારમાં શક્કરીયાની ખેતીને કારણે ખેતરો છલકાઈ રહ્યાં છે.છે.જામનગર,અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, પંજાબ અને મુંબઇ સુધી વેચાણ શક્કરીયાની ઉચ્ચ ગુણવત્તાને પગલે શિવરાત્રિ પૂર્વે તેની માંગ વધી છે.